પૂરેપૂરું ઑફલાઇન · તમારો ડેટા તમારા ફોનમાં જ
વ્યાજનો હિસાબ, હવે ચોપડામાં નહીં — ફોનમાં
કોને પૈસા આપ્યા, કેટલું વ્યાજ બાકી, કેટલું પાછું આવ્યું — બધું એક જગ્યાએ, તમારા ફોનમાં, ઇન્ટરનેટ વગર. વ્યાજ AsalBook જાતે ગણે છે.
ડાઉનલોડ કરોGoogle Play
વ્યાજ કેલ્ક્યુલેટર, વ્યાજનો ચોપડો, ઉધાર ખાતું, હપ્તાનો હિસાબ કે ગીરવે રજિસ્ટર — બધું એક જ એપમાં, AsalBook માં.
AsalBook માં શું શું છે
વ્યાજ આપોઆપ
સેંકડે માસિક, વાર્ષિક % કે મહિને નક્કી રકમ. દિવસ પ્રમાણે, કેલેન્ડર મહિના પ્રમાણે કે આખો/અડધો મહિનો ગણો.

દરેક વ્યક્તિનું એક પાનું
કેટલું આપ્યું, કેટલું પાછું આવ્યું, કેટલું બાકી — એક નજરમાં. એક ટૅપમાં ફોન કે યાદ અપાવતો મેસેજ.

હપ્તા
રોજના, અઠવાડિયાના કે મહિનાના હપ્તા. આજની વસૂલી હોમ સ્ક્રીન પર, બાકી હપ્તા સ્પષ્ટ દેખાય.

ગીરવે સોનું-ચાંદી
વસ્તુ, ધાતુ, શુદ્ધતા અને વજન (ગ્રામ કે તોલા), ફોટો સાથે. મૂકતી અને પાછી આપતી વખતે પહોંચ.

WhatsApp પર હિસાબ
દરેકનું સ્ટેટમેન્ટ ફોટો કે PDF માં, પૈસા મળ્યાની પહોંચ અને યાદ અપાવતો મેસેજ. તમે મોકલો ત્યારે જ જાય.

સુરક્ષિત અને ખાનગી
હિસાબ તમારા ફોનમાં જ, એન્ક્રિપ્ટેડ, PIN કે ફિંગરપ્રિન્ટથી ખૂલે. તમારા પોતાના Google Drive માં બેકઅપ.

કિંમત
45 દિવસ બધી સુવિધા મફત. પછી Google Play થી મહિને ₹59 કે વર્ષે ₹499. પ્લાન ન લો તો એપ માત્ર જોવા માટે રહે — કોઈ નોંધ ભૂંસાતી નથી.
સવાલ-જવાબ
શું AsalBook ઇન્ટરનેટ વગર ચાલે છે?
હા. બધો હિસાબ તમારા ફોનમાં જ રહે છે. ઇન્ટરનેટ ફક્ત Google Drive બેકઅપ અને Google Play પરથી પ્લાન લેવા માટે જોઈએ.
વ્યાજ કેવી રીતે ગણાય છે?
સેંકડે માસિક, વાર્ષિક % કે નક્કી રકમ પસંદ કરો. પાછા આવેલા પૈસા પહેલાં વ્યાજમાં, પછી મુદ્દલમાં જાય — કે તમે પસંદ કરો તેમ.
નવા ફોનમાં હિસાબ કેવી રીતે લઈ જવો?
Google Drive બેકઅપ ચાલુ રાખો. નવા ફોનમાં એ જ Google એકાઉન્ટ અને તમારો PIN નાખીને બધું પાછું લાવો.
શું AsalBook પૈસા ઉધાર આપે છે?
ના. AsalBook ફક્ત તમારો હિસાબ રાખે છે. તે લોન આપતી નથી, અપાવતી નથી કે તેની જાહેરાત પણ કરતી નથી.
વ્યાજનો હિસાબ, હવે ચોપડામાં નહીં — ફોનમાં
પૂરેપૂરું ઑફલાઇન · તમારો ડેટા તમારા ફોનમાં જ